
ડૉ. મેથીયાસ ફોબી
MD. FACS, FACN, FICS
ડિરેક્ટર – ક્લિનીકલ અફેર્સ એન્ડ રિસર્ચ, મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ
ક્લિનીકલ પ્રોફેસર ઓફ સર્જરી, શ્રી ઔરોબિંદો મેડીકલ કોલેજ એન્ડ પીજી ઇન્સ્ટિટ્યુટ
પરિચય
આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત બેરિયાટ્રિક સર્જન ડૉ. મેથીયાસ એ. ફોબી, જે હોલિવુડના વેઇટ લોસ સર્જન તરીકે પણ ઓળખય છે તેમણે હોલિવુડના ભારે વજન ધરાવતા પાતળા અને તંદુરસ્ત લોકો સહિત અમેરિકામાં હજ્જારો લોકોની સર્જરી કરી છે. તેમની પેટન્ટડ શોધ અને પ્રક્રિયાઓ વિશ્વના સર્જનોને મદદ કરી રહી છે તેમની સર્જરી હજ્જારો લોકોના ચહેરા પર સ્મિત લાવી છે. ડૉ. ફોબીને સર્જીકલ ટ્રીટમેન્ટ ઓફ ઓબેસિટી એન્ડ પરિણામો પરના 20 રિસર્ચ પ્રોજેક્ટોનું સન્માન ધરાવે છે, તેમણે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર 450થી વધુ રજૂઆતો કરી છે.
તેમણે 40થી વધુ ઓબેસિટી અને બેરિયાટ્રિક સ્રર્જરી પરના પ્રકાશનોમાં યોગદાન આપ્યુ છે. તેઓ 2008-09માં ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર સર્જરી ઓફ ઓબેસિટીના પ્રમુખ, કેલિફોર્નીયા ચેપ્ટર ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર બેરિયાટ્રિક સર્જરીના ભૂતપૂર્વ પ્રમુખ અને 2006-08 દરમિયાન અમેરિકન સોસાયટી ઓફ મેટાબોલીક એન્ડ બેરિયાટ્રિક સર્જરી ફાઉન્ડેશનના પ્રમુખ રહ્યા હતા. તેમની ફોબી પાઉચ”નામની સિગ્નેચર સર્જરી એ સ્ટોમેક-શ્રીન્કીંગ ગેસ્ટ્રિક બાયપાસની આવૃત્તિ છે અને હાલમાં તેનો મેદસ્વીપણાની સારવાર માટે વિશ્વભરમાં ઉપયોગ થાય છે.
તેમના તરફથી સંદેશો
નમસ્તે! વિશ્વભરના લોકો તેમની અયોગ્ય જીવનશૈલી, વંશીય અને પર્યાવરણીય પરિબળોને કારણે રોગિષ્ઠ મેદસ્વીપણાનો શિકાર બની રહ્યા છે. અમેરિકામાં ગાળેલા લાંબા સમયગાળામાં મે આવા દર્દીઓ સાથે પૂરતો લાંબો સમય વિતાવ્યો છે, સતત સંશોધન કર્યુ છે અને નવી પ્રક્રિયાઓ અને પ્રોડક્ટ્સની શોધ કરી છે. ભારતમાં પણ તે વધુ પડતા વજન અને મેદસ્વી જિંદગીઓને સ્થાપિત કરીને હું આ સફળતાની નકલ કરવા માગુ છું.
યુવાન ડૉ. મોહિત ભંડારી એ એશિયા પેસિફિકમાં અત્યંત સફળ બેરિયાટ્રિક સર્જન છે અને તેમની તરફનું મારુ યોગદાન મારા જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે એક અર્થપૂર્ણ તફાવત લાવશે.