મેદસ્વીપણુ અને કોવિડ 19

  • Home
  • >
  • મેદસ્વીપણુ અને કોવિડ 19

કોવિડ-19 એ
મેદસ્વીપણુ ધરાવતા લોકો માટે જીવનનું જોખમ ઊભુ કરે છે

WHOના અહેવાલ અનુસાર કોરોનાવાયરસ મેદસ્વીપણું અને ડાયાબિટીક ધરાવતા લોકોમાં ગંભીર લક્ષણો અને ગુંચવણોનું કારણ બની શકે છે, જે ઊંચા મૃત્યુદરમાં પરિણમી શકે છે

મેદસ્વીપણુ અને કોવિડ 19

કોવિડ-19એ સામાન્ય વ્યક્તિની તુલનામાં મેદસ્વીતા ધરાવતા દર્દીઓમાં ગંભીર જોખમ ઊભુ કરે છે. વાયરસ મેદસ્વીતા ધરાવતા લોકોને એવી રીતે અસર કરે છે કે જો તેમને આ ચેપ લાગે તો, તેમનો જીવન અસ્તિત્વ ધરાવી રાખવાનો દર ઘટે છે અને ગૂંચવણોનો દર વધી જાય છે. WHO દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર મોટા ભાગના લોકો જે વાયરસથી મૃત્યુ પામે છે તેઓ ક્યાંતો મેદસ્વીપણુ કે ડાયાબિટીક હોય છે. સમગ્ર વિશ્વમાં મેદસ્વીપણાથી પીડાતા લોકો માટે એ ચેતવણીજનક પરિસ્થિતિ છે.

ગંભીર પરિસ્થિતિની વચ્ચે, અન્ય એક ચીજ એવી છે કે તે મેદસ્વી લોકો માટે ચિંતાનું એક કારણ બની ગયુ છે. આ રોગચાળાએ બેરિયાટ્રિક અને મેટાબોલીક સર્જરીને સ્થગિત કરી દીધી છે અને તેણે મેદસ્વીપણાથી પીડાતા દર્દીઓની સારવારમાં વિલંબ કર્યો છે.

મેદસ્વીતા ધરાવતા લોકો પ્રત્યેક અગ્રિમતા યાદીમાં પોતાની જાતને નીચે અનુભવે છે અને પક્ષપાતની સામે સંઘર્ષ કરે છે. લોકડાઉમાં જ્યારે લોકોએ પોતાના ઘરમાં રહેવાનું હોય છે, ત્યારે ઉત્સાહપૂર્વક ખાવાનુ એક સર્વસામાન્ય બાબત બની ગિ છે. મેદસ્વીતા ધરાવતા લોકો સામાન્ય કરતા વધુ ખાવાને અવગણી શકતા નથી અને ઘરે બેઠા બેઠા જ વજનમાં વધારો કરે છે અને કોઇ પ્રવૃત્તિ કરતા નથી. તેમજ એ હકીકત છે કે કોવિડ-19 અને લોકડાઉને દરેક રહેવાસીની નાણાંકીય હાલત પર માઠી અસર પાડી છે જેને અવગણી શકાય તેમ નથી અને તે તણાવ અને ચિંતાનું ગંભીર કારણ છે.

મેદસ્વીતા ધરાવતા લોકો માટે કોવિડ-19 શા માટે વધુ ગંભીર છે તેના કારણો

  • લોકડાઉનને કારણે, મેદસ્વીતા ધરાવતા લોકોને ઘરમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે. તેના કારણે તેમના જીવનમાં તણાવ અને ચિંતા પરિણમી છે. ક્વોરેન્ટાઇને ઉત્સાહપૂર્વક ખાવા સામે મેદસ્વીતા ધરાવતા લોકો માટે વધુ જોખમ ઊભુ કર્યુ છે.
  • તેમણે ઘરે બેસી રહેવાનુ હોવાથી અને કોઇ પ્રવૃત્તિ નહી કરવાની હોવાથી તેમની બેઠાડુ જીવનશૈલી હોય છે. પરિણામે, મેદસ્વીતા ધરાવતા લોકો વધુન વધુ વજન પ્રાપ્ત કરતા જાય છે. બેરિયાટ્રિક અને મેટાબોલીક સર્જરી સંપૂર્ણપણે સ્થગિત થઇ ગઇ છે અને સારવારમાં વિલંબ થઇ રહ્યો છે.
  • સોશિયલ મીડિયા દ્વારા વજન વધારાનેલગતા અહેવાલો અને સંબંધિત કન્ટેન્ટનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબત મેદસ્વીતા ધરાવતા લોકોને વધુ ચિંતાના અનુભવની પ્રતીતી કરાવે છે.
  • મેદસ્વીતાને શ્વાસની મુશ્કેલી થાય છે, જે કોરોનાવાયરસ ચેપનું મોટુ લક્ષણ છે
  • આ ગૂંચવણ (કોમ્પ્લીકેશન)નો દર જો મેદસ્વીતા ધરાવતા લોકોને આ ચેપ લાગે તો તેમનામાં વધુ હોય છે.
  • જો મેદસ્વીતા ધરાવતા લોકોને આ ચેપ લાગે તો જીવન ટકાવી દર પણ નીચો હોય છે.

Request a call back for more details

જ્યારે કોવિડ-19 દાવાનળની જેમ પ્રસરી રહ્યો છે તેવા સમયમાં જેઓ રોગીષ્ઠ મેદસ્વીપણું ધરાવતા હોય તેમન ચેપ લાગવાની મોટો અવકાશ રહે છે. પરંતુ તેની પાછળનુ કારણ શું હોઇ શકે? ડૉ. મોહિત ભંડારી મેદસ્વીતા અને કોરોનોવાયરસ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેના કારણો સમજાવે છે.

આપણા શરીરમાં ચરબીયુક્ત કોષો હોય છે જેને “એડીપોસાઇટ્સ” કહેવાય છે. ચરબીયુક્ત કોષોમા એક કરતા વધુ રિસેપ્ટર્સ હાજર હોય છે. આવા એક રિસેપ્ટર એન્ડિયોટેન્સીન છે જે મોટા ભાગના ચરબીયુક્ત કોષોમાં જોવા મળ છે. એવું જોવા મળ્યુ છે કે કોવિડ-19માં હાજર વાયરસનો સંબંધ એન્જિયોટેન્સીન રિસેપ્ટર્સ તરફ વધુ હોય છે. બીજુ કારણ એ છે કે મેદસ્વી લોકોમાં ફેફસા અયોગ્ય રીતે કામ કરે છે. મેદસ્વીતા ધરાવતા લોકોમાં ન્યુમોનિયા થવાની વધુ તકો હોવાના કારણે શ્વાસોચ્છાસની સમસ્યા સર્વસામાન્ય જોવા મળે છે.

બે પ્રકારની પ્રતિકારતા હોય છે – ઇનનેટ ઇમ્યુનિટી અને એસ્ક્વાયર ઇમ્યુનિટી. મેદસ્વીતા ધરાવતા લોકોમાં ઇનનેટ અને એસ્ક્વાયર્ડ ઇમ્યુનિટી એ બન્ને ચરબીના ભરાવાના કારણે ઓછી હોય છે. આમ ઓછી પ્રતિકારશક્તિને કારણે કોઇ પણ પ્રકારના વાયરસ સાથેની લડત મેદસ્વીતા ધરાવતા લોકોમાં ગંભીર રીતે ોછી થઇજાય છે. જો તમે મેદસ્વી હોય, વધુ પડતુ વજન ધરાવતા હોય અથવા રોગીષ્ઠ મેદસ્વીતા ધરાવતા હોય તો તમારી જાતની અત્યંત સંભાળ લો કેમ કે WHOએ પણ મેદસ્વી લોકોને વધુ સંભાળ લેવાનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તેમને તેનો ચેપ લાગવાની સૌથી વધુ અવકાશ હોય છે.

વિશ્વભરમાં લોકડાઉન લાદવામાં આવ્યા બાદ, સરકારે કોવિડ-19 નાબૂદ ન થાય ત્યાં સુધી ઇલેક્ટીવ સર્જરી અટકાવી દેવાની જાહેરાત કરી છે. ઇલેક્ટીવ સર્જરીએ એવા પ્રકારની સર્જરી છે જેમાં મેડીકલ ઇમર્જન્સીનો સમાવેશ થતો નથી, એવી પ્રક્રિયા કે જેનું અગાઉથી નિર્ધારણ થાય છે અને ઉતાવળથી કરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. સરકારી એજન્સીઓએ કોવિડ-19 ઇમર્જન્સીની વચ્ચે ઇલેક્ટીવ સર્જરીઓ હંગામી ધોરણે સ્થગિત કરવાનું સુચન કર્યુ હતું, જેના લીધે ડૉ. મોહિત ભંડારી પોતાની રીતે સાચુ માને છે કેમ કે સરકારી એજન્સીઓએ કરેલા સુચન પાછળ બે સારા કારણો પણ છે.

ચીન ડાયાબિટીઝ વિશ્વની રાજધાની છે. કોવિડ-10 કેસમાંથી આશરે 32% ડાયાબિટીક છે અને ડાયાબિટીક દર્દીઓમાંથી 10% 10 દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા, આ દર્દીઓ સામાન્ય લોકો કરતા ઓછુ જીવ્યા હતા. ડૉ. મોહિત ભંડારીના અનુસાર ડાયાબિટીઝ મૃત્યુદરમાં વધારો કરે છે એટલું જ નહી પરંતુ કોરોનાવાયરસને કારણે દર્દીના જીવન ટકાવવાના દિવસોમાં પણ ઘટાડો થાય છે.

 

ભારતમાં 50-60% લોકો ડાયાબિટીઝને કારણે મૃત્યુ પામે છે. યુરોપિયન દેશોમાં કોવિડ-19 ચેપને ઝડપી પાડવા માટે ડાયાબિટીઝ અનેક મોટા જોખમી પરિબળોમાંનું એક પરિબળ છે. અમેરિકામં પણ 28 ટકા લોકો ડાયાબિટીઝને કારણે મૃત્યુ પામ્યા છે.

જે દર્દીઓએ છેલ્લા ત્રણ, છ અથવા 12 મહિનાઓમાં બેરિયાટ્રિક સર્જરી કરાવી છે તેમને એકસમાન પ્રશ્ન એ હોય છે કે કોવિડ-19 ચેપને નાથવા માટે ક્યો ખોરાક લેવો જોઇએ. ડૉ. મોહિત ભંડારીના અનુસાર માર્ગદર્શિકા અને ડાયેટ પ્લાન જે તમારા સર્જન દ્વારા તમને આપવામાં આવે છે તેનું બેરિયાટ્રિક સર્જરી બાદ સખત પાલન કરવું જોઇએ. તે સિવાય કટલીક અગત્યની બાબતોની સંભાળ લેવી જોઇએ – જેમ કે પ્રોટીન ઊંચી માત્રામાં લેવું જોઇએ.

પ્રોટીન કોઇ પણ પ્રકારના ચેપ સામે લડવાની અનેરી શક્તિ ધરાવે છે. તમારે શરીરના વજનના કિગ્રાદીઠ આશરે 1.5 ગ્રામ લેવુ જોઇએ. ઉદાહરણ તરીકે જો શરીરનું વજન 50 કિગ્રા હોય તો, તેના માટે 75 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. પ્રોટીનની સાથે તમારે તમારા ડૉકટર દ્વારા સુચવવામાં આવેલા મલ્ટીવિટામીન્સ પણ લેવા જોઇએ.

જસત (Zinc)નો વપરાશ પણ ફક્ત બેરિયાટ્રિક દર્દીઓ માટે જ નહી પરંતુ સામાન્ય લોકો માટે પણ અગત્યનો છે. જસત વાયરસ અને તમારા શરીરના મ્યુકસ મેમ્બ્રેન (લીંટની અંતરછાલ)વચ્ચે એક રક્ષણાત્મક સ્તરની રચના કરે છે. વધુ એન્ટી વાયરલ ગુણધર્મો પણ ધરાવે છે જે અનેક સંશોધન પેપર્સમાં દર્શાવેલ છે. તમારા ડૉકટર દ્વારા આપવામાં આવેલા ડાયેટ પ્લાનને અનુસરતા અને પ્રાથમિક સુરક્ષા પગલાંઓ લેવાથી તમને કોરોના વાયરસ ચેપને નાથવામાં મદદ મળે છે. તંદુરસ્ત જીવનશૈલીને વળગી રહો અને તમે લઇ શકો એટલા ન્યૂટ્રીશન્સ લો.

ડાયાબિટીધ ધરાવતા લોકોનું શરીર ચેપ સામે લડવા  પૂરતા શ્વેત રક્ત કણો (WBC) પેદા કરી શકતુ નથી. તેથી જ સામાન્ય ફ્લ્યુ પણ ડાયાબિટીઝના દર્દીને વધુ અસર કરે છે. આપણા શરીરમાં રહેલા કેટલાક હોર્મોન્સ ચેપ દરમિયાન ગુપ્ત રહે છે. ડાયાબિટીઝ દર્દીઓમાં સામાન્ય લોકોની તુલનામાં હોર્મોન્સ વધુ પ્રમાણમાં છૂટે છે. કારણે ડાયાબિટીઝ ધરાવતા દર્દીઓને આખા વિશ્વમાં કોવિડ-19થી વધુ ચેપ લાગવાની શક્યતા હોય છે.

ડૉ. મોહિત ભંડારીના અનુસાર, જો તમારો ડાયાબિટીઝ નિયંત્રણ હેઠળ હોય અને તમે મેદસ્વીપણુ ધરાવતા હોય તો, તમને ચેપ લાગવાનો વધુ અવકાશ રહે છે. તમારા ડૉકટરનો સંપર્ક કરો અને ડાયાબિટીઝને નિયંત્રણ હેઠળ રાખો. ચેપને દૂર રાખવા માટે પેટની મેદસ્વીતા અને ડાયાબિટીઝને નિયંત્રિત કરો.

ડૉ. મોહિત ભંડારી ઓપરેશન કરાવેલ બેરિયાટ્રિક દર્દીઓ માટે કેટલીક અગમચેતીઓ સુચવે છે.

શ્વાસોચ્છાસની કસરત – જે દર્દીઓએ તાજેતરમાં જ ઓપરેશન કરાવ્યુ છે તેમણે શ્વાસોચ્છાસની કસરત દરરોજ કરવી જોઇએ. જેમણે તાજેતરમાંજ ઓપરેશન કરાવ્યુ છે તેમણે જ નહી પરંતુ જે લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેમણે પણ આ કસરત કરવી જોઇએ.

ચેપ લાગવાનું સ્વાભાવિક વલણ – સર્જરી બાદ, તમારા ફેફસા વધુ સારા થઇ જાય છે અને ચેપ લાગવાનો ઓછો અવકાશ રહે છે. પરંતુ તમારા ફેફસાને સારી રીતે કાર્યરત રાખવા માટે પૂરતા ન્યૂટ્રીશન અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ આવશ્યક છે. દરેક દર્દીએ દરરોજ 350-500 Kcal (કેલરી) બાળવી જોઇે.

ડૉ. મોહિત ભંડારી તમારા ન્યુટ્રીશનિસ્ટ દ્વારા આપવામાં આવેલા ડાયેટનું પાલન કરવાની, ઊંચા શ્વાસોચ્છાસની કસરત અને સર્જરી બાદના દિવસથી કેલરી બાળવાની ભલામણ કરે છે. જો આ નિત્યક્રમને અનુસરવામાં આવે તો દર્દી હાલમા જ નહી પરંતુ ભવિષ્યમાં પણ ચેપને રોકી શકે છે.

Chat with us on
Whatsapp
Request a call-back